Home> Gujarat
Advertisement
Prev
Next

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય 

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાયથી તેમના ચાહકોને ભાર આઘાત લાગ્યો છે.

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય 

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: કચ્છી કાફીના જાણીતા ગાયક એવા લોકકલાકાર ઇસ્માઇલભાઇ મીરનું અહીં ગઈ કાલે સાંજે અવસાન થતાં સંગીતપ્રેમી અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ છે. કચ્છી કાફી-ઓસાણી અને રાસુડા ઉપરાંત લગ્ન પ્રસંગે `ગોઠ'ની ગાયકીમાં ઇસ્માઇલભાઇ મીર અને તેમના પત્ની અમીનાબેન મીર બહુ જાણીતા હતા. તેમના પત્ની અમીનાબેનનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું. આ ગાયક દંપતીના અનેક ઓડિયો-વીડિયો આલ્બમ બહાર પડયા હતા. હાજીપીરના મેળા વખતે તેમની નવી નવી લોન્ચ થતી કેસેટ ધૂમ મચાવતી હતી. 

રણોત્સવના પ્રથમ વિજ્ઞાપનમાં તેમના કંઠનો ઉપયોગ થયો હતો. કાલે સાંજે શ્રી મીરની ચિર વિદાયથી ભુજના કેમ્પ વિસ્તારમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી, તેવું સામાજિક અગ્રણી રોયલ ફાઉન્ડેશનના અનવર જુમા નોડેએ જણાવ્યું હતું. સદ્ગત ગાયકને જાણીતા કલાકાર કમ એરેન્જર શૈલેશ જાનીએ અંજલિ આપી હતી.

જુઓ LIVE TV

તેમણે ઉમેર્યું હતું કે, અવાજની અલગ જ તાસીર ધરાવતા આ કલાકારે ગુજરાતના તમામ ટોચના કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતી-કચ્છી લોકગીતોના કલાકારનો એક જમાનો હતો, તેમાંના તે પરંપરાગત ગાયક હતા. દરમ્યાન `સપ્તરંગ'ના અધ્યક્ષ ઝવેરીલાલ સોનેજીએ તેમને અનોખા કલાકાર લેખાવીને અંજલિ આપતાં કહ્યું હતું કે, તેમને એક પણ એવોર્ડ નથી મળ્યો તે કમનસીબી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More